ઇટાલી માં બુરખો – હિજાબ પર દંડ ફટકારતા બિલ ની રજુઆત

ઇટાલી માં બુરખો – હિજાબ પર દંડ ફટકારતા બિલ ની રજુઆત

ન્યુઝડે નેટવર્ક, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની દક્ષિણપંથી પાર્ટી એટલેકે ‘બ્રધર્સ ઑફ ઈટાલી’એ સંસદમાં એક બિલ રજૂ કર્યું છે, જેમાં કહેવાય છેકે જો ઇટાલીમાં તમે બુરખા અને હિજાબ પહેરો છો તમારે દંડ આપવાનો રહેશે. આ પગલું ‘ઇસ્લામી અલગતાવાદ’ અને ‘સાંસ્કૃતિક અલગતાવાદ’ને રોકવાના હેતુથી ઉઠાવવામાં આવ્યો છે. આ નિયમના ઉલ્લંઘન કરનારે 300થી 3,000 યૂરો એટલે કે લગભગ 26,000થી 2.6 લાખ રૂપિયા (ભારતીય) સુધીનો દંડ લાગી શકે છે.આ બિલ 8 ઓક્ટોબરે સંસદમાં રજૂ કરાયું, જેમાં શાળા, યુનિવર્સિટી, દુકાન, ઓફિસ અને અન્ય તમામ જાહેર જગ્યાએ ચહેરાને સંપૂર્ણ રીતે ઢાંકતા કપડા પર રોક લગાવવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.