ભજન ચાલતા રહ્યા ને સિંહ પાસે બેસી રહ્યા

ભજન ચાલતા રહ્યા ને સિંહ પાસે બેસી રહ્યા

ન્યુઝડે નેટવર્ક
જૂનાગઢમાં ગિરનારના જંગલમાં સિંહો અને દીપડા સહિતના વન્યપ્રાણીઓનો વસવાટ કરે છે. ત્યારે વિજ્યાદશમીના પાવન પર્વમાં એક અનોખી ઘટના જોવા મળી હતી. જેમાં ગિરનારના ખોડીયાર માતાજીના મંદિરે ચાલી રહેલા યજ્ઞ દરમિયાન જંગલમાંથી ત્રણ સિંહ ફરતાં-ફરતાં યજ્ઞ સ્થળે પહોંચી ગયા અને આશ્ચર્યજનક રીતે શાંતિથી બેસી ગયા હતા હતાં.ત્રણ સિંહો મંત્રોચ્ચારના નાદથી મંત્રમુગ્ધ થઇ ગયા હાય તેવું લાગી રહી હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.