રાષ્ટ્ર ને સમર્પિત રાષ્ટ્રીય સેવક સંગઠન ને આજે ૧૦૦ વર્ષ પૂર્ણ થયા
ન્યુઝડે નેટવર્ક
સંગઠન પરંપરા ની ઇતિહાસ ગવાહ છે કે કોઈ પણ સંગઠન વ્યક્તિ થી બન્યું અને તેની સાથે જ પૂર્ણ થઇ ગયું પરંતુ રાષ્ટ્રીય સેવક સંઘ એક એવું સંગઠન છે જે વર્ષ ૧૯૨૫ થી દેશમાં કાર્યરત છે. એવી તો કઈ બાબતો છે જેના લીધે સંઘ સમય સાથે વટ વૃક્ષ બન્યું :
ગુરુ સ્થાને વ્યક્તિ નહિ પણ ભગવા ધ્વજ :
એક શાખા ની સાથે સાથે સંઘ ની સ્થાપના કરનાર ર્ડો હેડગેવાર એક ઊંડી વિચારધારા ધરાવનાર દીર્ઘદૃષ્ટા હતા. વ્યક્તિઓ માં સારા અને ખરાબ બંને ગુણ સમય સાથે પરિવર્તિત થાતાં હોય છે તેથી કોઈ વ્યક્તિ ને ગુરુ સ્થાને પૂજિત કરવું ક્યારેક સમસ્યા બની શકે તેવા વિચાર સાથે ત્યાગ બલિદાન સેવા ના સંકેતરૂપ ભગવા રંગ ના ધ્વજં ને ગુરુ સ્થાન આપવામાં આવ્યું.
સ્વયં સેવકો ની નિસ્વાર્થ સેવા અને બલિદાન :
વર્ષ ૧૯૨૫ થી આજ દિન સુધી દેશમાં ક્યાંય પણ કુદરતી આફત જેવી કે પૂર ભૂકંપ અથવા અન્ય કોઈ પણ અનીચ્છનીય ઘટના બની હોય ત્યાં સંઘ ના સ્વયં સેવક સેવા આપતા નજરે પડ્યા છે .તેની સાથે કેરળ તામિલનાડુ જેવા રાજ્યો માં દેશ માટે સેવા આપનારા સ્વયં સેવકોએ અત્યાચારીઓ પોતાના પ્રાણ ની આહુતિ આપીને પણ રાષ્ટ્ર ની સેવા કરી છે આ બલિદાન ની ઘટનાઓ આઝાદી પછીની છે .સ્વયં સેવકો દ્વારા નામ યશ અથવા કોઈ પણ પ્રકાર ની લોભ લાલચ કે સ્વાર્થ વગર દેશ કાજે નિસ્વાર્થ સેવા સંઘ ની નીંવ મજબૂત કરે છે .
સંઘર્ષ ના સમય માં મજબૂત બની સંઘ નું ઉભરી આવવું :’સત્ય કભી પરાજિત નહિ હો સકતા વો કુછ સમય પરેશાન હો સકતા હે ‘ આ પંક્તિઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના એક સૌ વર્ષ ની મેહનત અને તેના તપ પાર પુરેપુરી સાર્થક બેસે છે .સંઘ સાથે એવી પણ ઘટનાઓ બની છે જેમાં સંઘને રાજકીય કિન્નાખોરી નો ભોગ બનવું પડ્યું છે અને પ્રતિબંધી નો સામનો કરવો પડ્યો છે .પરંતુ દરેક પરિસ્થિતિ માં આરોપો અફવાઓ સામે સત્ય સંઘ ના પડખે રહ્યું છે જેના લીધે સત્તા ની અસીમિત શક્તિ હોવા છતાં સત્તાધીશોએ નમવું પડ્યું છે અને પ્રતિબંધ હટાવવાની ફરજ પડી છે .
કોઈ પણ ભેદ ભાવ સામે સ્પષ્ટ વલણ :
વિશ્વ ની સૌથી મોટી લોકશાહી ભારત જેને વિશ્વગુરુ પદ પર સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે સેવારત સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ .વિશ્વ ની સૌથી મોટી લોકશાહી હોવા સાથે ઘણા બધા અંતર ધરાવતું દેશ. ભાષા ના અંતર જાતિગત અંતર વૈચારિક અંતર આવા અનેક જાત ના અંતર સામે પણ રાષ્ટ્ર અને સંસ્કૃતિ ના પક્ષ માં સતત મજબૂરી સાથે પડખે ઉભું રહેલું સંઘ નિશ્ચિત સમયાંતરે ઉભા થયેલા ભેદ ભાવો સામે પોતાનો સ્પષ્ટ મંતવ્ય આપતો રહ્યો છે. દેશમાં જાતિગત ભેદભાવ સામે તો સંઘ ની સ્થાપના થી જ પરિચય સમયે જાતિ પહેલા નામ કહેવાની સ્વયં સેવકો ને ટેવ છે .ઉપરાંત દેશમાં સામાજિક સમરસતા અભિયાન ચલાવતું એક માત્ર સંગઠન સંઘ છે. છેલ્લે મુસ્લિમ વિરોધી છાપ ના નેરેટિવ સામે સંઘ દ્વારા સ્પષ્ટ વલણ સ્થાપિત કરવાના આવ્યું કે દેશમાં રોડ રસ્તાઓ ના નામ ર્ડો એ પી જે કલામ અથવા હવાલદાર અબ્દુલ હમિદ હોવા જોઈએ પરંતુ વિદેશી આક્રાંતાઓ ના નામ સ્વીકાર્ય નથી .
એક સૌ વર્ષ નું આ વટ વૃક્ષ આજે યુવા પેઢીને ને છાંયડા સાથે માર્ગદર્શન આપી રહ્યું છે જે તેની દેવી શક્તિ નું એહસાસ જન જન ને કરાવી રહ્યું છે. આશા કરીયે કે સંઘ નું દેશ ને વિશ્વગુરુ પદ પર વિરાજમાન કરવાની સ્વપ્ન યુવા પેઢી થકી પૂર્ણ થાય .


