ડોનાલ્ડ બન્યા’ ટેરિફ ટ્રમ્પ’ અમેરિકા બહાર બનતી ફિલ્મો પર ૧૦૦% ટેરિફ
ન્યુઝડે નેટવર્ક
ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે સંયુક્ત રાજ્ય અમેરિકાની બહાર નિર્મિત થતી તમામ ફિલ્મો પર 100% ટેરિફ (જકાત) લગાવવાની જાહેરાત કરી છે. આ નવા માહિતી તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને આપી. ટ્રમ્પે વિશ્વના 150થી વધુ દેશો પર 10 થી 50 ટકા સુધીના વિવિધ ટેરિફ લગાવ્યા હતા.
ટ્રમ્પનું કહેવું છે કે”વિદેશી ખેલાડીઓએ બાળક પાસેથી કેન્ડી ચોરી લે તેવી રીતે અમેરિકાના ફિલ્મ ઉદ્યોગની ચોરી કરી લીધી છે. આનાથી કેલિફોર્નિયામાં સૌથી વધુ નુકસાન થયું છે.” તેમણે ઉમેર્યું કે, “આ દૂરગામી નુકસાન અટકાવવા માટે મારે સંયુક્ત રાજ્ય અમેરિકાની બહાર બનતી તમામ ફિલ્મો પર 100% ટેરિફ લગાવવાની ફરજ પડી છે.”પ્રમુખ ટ્રમ્પના આ આક્રમક ટેરિફ લગાવવાના નિર્ણયોનો મુખ્ય ઉદ્દેશ ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.


