ફાર્મા સેક્ટર ને ટ્રમ્પ નો ઝાટકો

ફાર્મા સેક્ટર ને ટ્રમ્પ નો ઝાટકો

ન્યુઝડે નેટવર્ક
ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા સેક્ટર પર મોટો હુમલો કર્યો. તેમણે જાહેરાત કરી છે કે 1 ઓક્ટોબર 2025થી અમેરિકામાં બનતી દવાઓને છોડીને બધી વિદેશી બ્રાન્ડેડ અથવા પેટેન્ટેડ દવાઓ પર 100% ટેરિફ લાગુ કરવામાં આવશે. એટલે કે હવે જો કોઈ વિદેશી કંપની અમેરિકામાં દવાઓનો બિઝનેસ કરવો ઇચ્છે છે તો તેને અમેરિકામાં જ ફેક્ટરી લગાવવી પડશે.

ટ્રમ્પે ફાર્મા સિવાય અન્ય ઉત્પાદનો પર પણ ભારે-ભરકમ ટેરિફ લગાવ્યો છે. કિચન કેબિનેટ્સ અને બાથરૂમ વેનિટી પર 50% ડ્યુટી. અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% શુલ્ક. વિશ્વના અન્ય ભાગોમાંથી આવતા હેવી ટ્રકો પર 25% ટેરિફ લગાવ્યો છે.