આઈસીસી મેચ રેફરીએ સૂર્યકુમાર ને રાજનીતિક ટિપ્પણી થી દૂર રહેવા આપી સલાહ

આઈસીસી મેચ રેફરીએ સૂર્યકુમાર ને રાજનીતિક ટિપ્પણી થી દૂર રહેવા આપી સલાહ

ન્યુઝડે નેટવર્ક
સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન વિરુદ્ધ 14 સપ્ટેમ્બરે ગ્રુપ-A મેચમાં મળેલી જીત બાદ પહેલગામ આતંકી હુમલાના પીડિતો અને ભારતીય સેનાને સમર્પિત કરી હતી. આ સિવાય ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની ક્રિકેટર્સ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મામલે સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ આઈસીસીમાં ફરિયાદ કરી હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ફરિયાદ બાદ સત્તાવાર સુનાવણીમાં આઈસીસી મેચ રેફરી રિચી રિચર્ડસને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને આપી ટિપ્પણી કરવાથી બચવાનું કહ્યું છે, જેને રાજનીતિક પ્રકૃતિની સમજી શકાય છે. તો સૂર્યકુમાર યાદવે રાજનીતિક નિવેદન આપવાના આરોપોને નકારતા ખુદને નિર્દોષ ગણાવ્યો છે.