બ્રિટિશ એજેન્સી તિહાર જેલની મુલાકાતે

બ્રિટિશ એજેન્સી તિહાર જેલની મુલાકાતે

ન્યુઝડે નેટવર્ક
ભારત સરકાર દ્વારા ભાગેડુઓને પરત લાવવાના પ્રયત્નોમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)ની એક ટીમે તાજેતરમાં તિહાર જેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત જુલાઈમાં થઈ હતી જેમાં બ્રિટનના પાંચ સભ્યોનો સમાવેશ થતો હતો.સીપીએસ ટીમે તિહારના ઉચ્ચ સુરક્ષા વોર્ડનું નિરીક્ષણ કર્યું અને ત્યાં હાજર કેદીઓ સાથે પણ વાતચીત કરી.

અધિકારીઓએ ટીમને ખાતરી આપી હતી કે જો જરૂર પડે તો જેલ પરિસરમાં એક ખાસ “એન્ક્લેવ” બનાવવામાં આવશે, જ્યાં વિજય માલ્યા, નીરવ મોદી જેવા હાઇ-પ્રોફાઇલ આરોપીઓ સુરક્ષિત રહી શકે.ભારત સરકારે બ્રિટનને ખાતરી આપી હતી કે જેલમાં કોઈ પણ આરોપીને માર મારવામાં આવશે નહીં કે ગેરકાયદેસર પૂછપરછ કરવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *