લંડન માં ફ્યુઅલ પુરી વગર પેમેન્ટ ભાગી જવાના કિસ્સા વધ્યા

લંડન માં ફ્યુઅલ પુરી વગર પેમેન્ટ ભાગી જવાના કિસ્સા વધ્યા

ન્યુઝડે નેટવર્ક
ભારતની બહાર તમારે જાતે જ પ્રેટ્રોલ કે ડીઝલ તમારી કારમાં ભરવાનું હોય છે. એને એટલે જ લંડનમાં ફ્લુઅલ પૂરાવી પેમેન્ટ કર્યા વિના જ વાહનચાલકો ભાગી જતા હોવાની ઘટનાઓમાં વધારો થયો છે. બ્રિટિશ ઓઈલ સિક્યોરિટી સિન્ડીકેટના એક રિસર્ચ મુજબ, વર્ષ 2024માં ડ્રાઈવ- ઓફની ઘટનામાં પહેલા કરતા 24%નો વધારો થયો છે.

મેટ પોલીસ ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશનના ડેટા મુજબ, વર્ષ 2020માં આવા 14,000 બનાવો ઓન રેકોર્ડ છે. આવી ઘટનાઓને રોકવા કેટલાક ફ્યુઅલ સ્ટેશનના માલિકોએ ઓટોમેટિક નંબર પ્લેટ રિકોનાઈઝેશન (ANPR) કેમેરા લગાવ્યા છે અને તેનો ફાયદો પણ થયો છે. જોકે આ ટેકનોલોજી મોંઘી હોવાથી બધાને પોષાય તેવી નથી.