10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ
ન્યુઝડે નેટવર્ક
એક સમય હતું કે સિંહો ની ડણક ઈરાન તુર્કી સાઉદી આરબ પાકિસ્તાન અને આખા મધ્ય ભારત મા ગુંજતી હતી. માનવ વસ્તી વિસ્તરણ, વિકાસ ની દોડ અને શિકારીઓના શોખ ના કારણે વન નો આ રાજા બધી જગ્યા થી પોતાનું સામ્રાજ્ય સમેટી ને ગુજરાત ના ગીર સુધી સીમિત થઇ ગયો. એંશીયા ખંડ ને બાદ કરતા વનનો આ રાજા સાઉથ આફ્રિકા મા જોવા મળે છે.
એંશીયા ખંડ મા ભારત મા ગુજરાતી ગીર મા વસતા માનવીઓ સાથે એવી તો ગાઢ મિત્રતા વનરાજ ની બંધાણી કે 1904 મા માત્ર 20 ની વસ્તી ધરાવતો આ ગૌરવ આજે 700+ સંખ્યા મા ગુજરાત મા નિવાસ કરે છે. એટલા વર્ષો મા વનરાજ સાથે માનવ મિત્રતા ના ઘણા કિસ્સા પણ નોંધાયેલા છે.
1995 મા એક મુખ્ય ગુજરાતી સમાચાર પત્ર મા ફ્રન્ટ પેજ પર વનરાજ ના મિજાજ નો કિસ્સો છપાયો હતો. જેમાં દર્શાવ્યું હતું કે શિકારીઓના કાંટા ના લીધે એક સિંહ પોતાના પગ મા ખીલો ઘુસી જતા ઘાયલ અવસ્થા મા મઘરાતે ગીર નેસ ના એક ખેતર મા પોહોચી ગયો હતો. ખેતર મા નિવાસ કરતો ખેડૂત સિંહ ને જોઈ ભયભીંત થયાં. સિંહ ની ત્રાડ અને એને ચાલવાની સ્થિતિ જોઈ ખેડૂત સમજી ગયો કે કંઈક ગડબડ છે. થોડી વાર મા સિંહ અર્ધભેભાન અવસ્થા મા ઢાળી પડ્યો ખેડૂતે હિમ્મત કરી નજીક જઈ જોયું તો પગ મા ખીલ્લો ઘૂસેલો , એ સમગ્ર ઘટના સમજી ગયો. ખેડૂતે બહાદુરીપૂર્વક ખીલો બહાર કાઢ્યો પોતાની પાસે ઉપલબ્ધ સામગ્રી થી એની ચાકરી કરી અને આખો ખેડૂત પરિવારે એ વનરાજ ની સામે બેસી રાત કાઢી. ઘાયલ વનરાજ ભેભાન અવસ્થા મા આરામ ફરમાવતો રહ્યો. સવાર થઇ વનરાજ ઉભો થયો ખેડૂત પરિવાર સામે જોયું અને ધન્યવાદ કહેતો હોય એમ ત્રાડ પડી વન મા નીકળી ગયો.
આવા કેટલાય કિસ્સા છે જે દર્શાવે છે કે કેમ વનરાજે ગીર મા સામ્રાજ્ય ટકાવી રાખ્યું. અમુક દૂસ્સાહસી લોકોની ઘટના બાદ કરીયે તો આજેય ગીર મા વનરાજ સાથે માનવ મિત્રતા ના કિસ્સા જીવંત છે.


