ગુજરાત નું ગૌરવ -સિંહ ફરી વાઇરસ ની ચપેટ માં

ગુજરાત નું ગૌરવ -સિંહ ફરી વાઇરસ ની ચપેટ માં

ન્યુઝડે નેટવર્ક
એક સમય હતું કે જયારે માત્ર ૨૦ સિંહો ગુજરાત માં બચ્યા હતા ત્યાંથી લઇ વર્તમાન સુધી સોરઠ ના સાવજ માટે ગુજરાતી પ્રજા ની સારસંભાળ અને દેખરેખ ના કારણે આજે સિંહો ની સંખ્યા ૬૦૦ થી પણ વધુ છે. પરંતુ ગુજરાત નું આ ગૌરવ ફરી અજ્ઞાત જોખમ માં છે તેવા સમાચાર મળી રહ્યા છે.

જૂનાગઢ: જાફરાબાદ રેન્જના કાગવદર ગામમાં બે સિંહબાળોના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતાં વન વિભાગ સતર્ક બન્યું છે. આ ઘટનાને પગલે વન વિભાગે જાફરાબાદ રેન્જમાં આવેલા તમામ સિંહો, સિંહણો અને સિંહબાળોને રેસ્ક્યૂ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. જે વિસ્તારમાં સિંહબાળોના મૃત્યુ થયા, ત્યાંના તમામ સિંહો અને સિંહણોની તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2018માં ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (સી.ડી.વી.)થી 30થી વધુ સિંહોના મૃત્યુ થયા હતા. આથી, સિંહબાળોના અચાનક મૃત્યુને કારણે ફરી એકવાર ગંભીર રોગચાળાની ચિંતા સિંહપ્રેમીઓ, વન વિભાગના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓમાં ફેલાઈ છે.

બેબેસીયા રોગ: સિંહો માટે પ્રાણઘાતકસિંહો માટે પ્રાણઘાતક ગણાતા રોગોમાં બેબેસીયા રોગનો સમાવેશ થાય છે. આ રોગ મુખ્યત્વે ઈતડી દ્વારા ફેલાય છે. જંગલી કે રેવન્યુ વિસ્તારોમાં ઈતડીઓ દ્વારા આ રોગ ફેલાઈ શકે છે. જો ઈતડી સિંહના શરીરને ચોંટે અને કરડે, તો તે સિંહના રક્તકણો પર ગંભીર અસર કરે છે, જેના કારણે સિંહનું મૃત્યુ થઈ શકે છે. બેબેસીયા રોગ ફેલાવવા માટે જવાબદાર ઈતડીઓ મોટાભાગે દૂધાળા પશુઓમાં જોવા મળે છે. ગીરમાં અગાઉ અમુક કિસ્સાઓમાં ઈતડીના કરડવાથી બેબેસીયા રોગને કારણે સિંહોના મૃત્યુ નોંધાયા છે.