ગિફ્ટસિટી WTC વિવાદમાં
ન્યુઝડે નેટવર્ક
ગિફ્ટ સિટીના મહત્ત્વાકાંક્ષી વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે અંદાજે ₹1,000 કરોડની છેતરપિંડી થઈ છે. WTC નોઇડા ડેવલપમેન્ટ કંપની પ્રા.લિ.ના ડિરેક્ટર આશિષ ભલ્લાની ભુટાની ગ્રૂપ સાથે જોડાણ ધરાવતી કંપનીએ નાદારી જાહેર કરી છે.
ગિફ્ટ સિટીમાં WTC A, B, C અને D એમ કુલ ચાર ટાવર ઉભા થવાના હતા. નવેમ્બર 2015માં શરૂ થયેલા આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા અઢી એકર જમીન લીઝ પર આપવામાં આવી હતી. કુલ 1440 રોકાણકારો પૈકી હાલ માત્ર A અને D ટાવરના 143 રોકાણકારોને પઝેશન મળ્યું છે, જ્યારે બાકીના 1297 રોકાણકારો હજુ પણ ગિફ્ટ સિટી WTC ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે.
જૂન 2024માં પ્રોજેક્ટ પૂર્ણ થવાનો હતો. છેલ્લા ત્રણ મહિનાથી ઑફિસ બંધ છે. બિલ્ડરે રોકાણકારો પાસેથી 75% સુધી પેમેન્ટ વસૂલી લીધું છે. મની લોન્ડરિંગ કેસમાં બિલ્ડરની પાંચ મહિના પહેલાં ધરપકડ થઈ છે. ઈડી અનુસાર, ફ્રોડ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી, પણ હરિયાણા, ઉત્તરપ્રદેશ, ચંડીગઢ, પંજાબ સહિતના અનેક રાજ્યોમાં ₹3,000 કરોડથી વધુની રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
સૌજન્ય: divyabhaskar


