ઓપરેશન મહાદેવ પહલગાવ ના આતંકીઓ નો એન્કાઉન્ટર

ઓપરેશન મહાદેવ પહલગાવ ના આતંકીઓ નો એન્કાઉન્ટર

ન્યુઝડે નેટવર્ક ,જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લિડવાસમાં સોમવારે સેનાએ 3 પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યા હતા. આ કાર્યવાહી ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ કરવામાં આવી હતી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓમાં પહેલગામ હુમલાનો મુખ્ય આરોપી હાશિમ મૂસા પણ સામેલ છે, જોકે સેનાએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

આતંકવાદીઓ પાસેથી અમેરિકન બનાવટના M4 કાર્બાઇન, AK-47, 17 રાઇફલ ગ્રેનેડ મળ્યાં છે. આ ઉપરાંત ઘણી અન્ય શંકાસ્પદ વસ્તુઓ પણ મળી છે.હુમલા બાદ હાથ ધરાયેલી તપાસમાં ત્રણ આતંકવાદીનાં નામ બહાર આવ્યાં હતાં.