બગોદરા માં સામુહિક આત્મહત્યા

બગોદરા માં સામુહિક આત્મહત્યા

ન્યુઝ ડે નેટવર્ક દિવસે ને દિવસે તણાવ અને ડિપ્રેશન ના કારણે આપઘાત ના બનાવો વધી રહ્યા છે પરંતુ એ સમાધાન નથી ત્યારે ફરી એક વાર અમદાવાદ ના બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. જેમાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી છે. બગોદરા બસસ્ટેશનની બાજુની ઓરડીમાં આ ઘટના બની છે. ધોળકાના વતની અને બગોદરા ગામે ભાડે રહેતા હતા. તથા મૃતક રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. જેમાં પતિ-પત્ની, બે દીકરી અને એક દીકરાએ આત્મહત્યા કરી લેતા સ્થાનિકોમાં ચકચાર મચ્યો છે.