સરદાર પટેલ વિશે રાજ ઠાકરે નો વિવાદિત બયાન
ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, સત્તાની લાલચમાં ભાન ભૂલી ગયેલા નેતાઓ જ્યારે મનમાં આવે તેવું બોલવા લાગે ત્યારે આક્રોશ થવું સ્વાભાવિક છે. એવો જ એક આક્રોશ ગુજરાતી જનતામાં અત્યારે ચાલી રહ્યું છે કારણ કે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ વિશે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા વિવાદિત બયાન આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે 18 જુલાઈ 2025 ના રોજ એટલે કે આજે મીરા ભાયંદર ખાતે યોજાયેલ સભામાં રાજ ઠાકરે નિવેદન આપતા ગુજરાતી નેતાઓ અને ગુજરાતી ઉદ્યોગપતિઓને લક્ષ કરીને વિવાદિત બયાન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતી લોકો મુંબઈને મહારાષ્ટ્ર થી અલગ કરવા માંગે છે સાથે જ તેમને મોરારજી દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વિવાદિત બયાન આપ્યા હતા જેના લીધે ઘણા લોકોમાં નારાજગી છે.

