दुनिया को खोखला कर रही
वामपंथी दीमक
ન્યુઝડે નેટવર્ક , દુનિયાના દેશો સાથે ભારતને ખોખલું કરવાના પ્રયાસ- વામપંથી ઊઘઈ આ વિષય સંદર્ભમાં પ્રસિદ્ધ લેખક-ચિંતક અભિજીત જોગે Ter-mites how the Life is destoroying the world through sub-versionના મૂળ પુસ્તકનો હિન્દી અનુવાદ અમોલ દામલેએ કરેલ છે. આ પુસ્તકની પ્રસ્તાવના રા.સ્વ.સંઘના ૫.પૂ. સરસંઘચાલક મા. શ્રી ડૉ. મોહનજી ભાગવતે લખેલ છે.
માયાવી મહોરાં પહેરીને અહંકારી વામપંથીઓ દુનિયા પર વર્ચસ્વ બનાવવા માટે પાગલ છે. માત્ર ભારત નહીં; દુનિયાની પ્રત્યેક પવિત્રતા અને મંગલભાવનાનો વિરોધ કરે છે. વોકીઝમના નામે દુનિયાના દેશોની સાંસ્કૃતિક વિરાસતને નષ્ટ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. અનેકો વિચારધારાઓ જેણે દુનિયાને જીતી, પરંતુ ભારતને નહીં જીતી શકે, કારણ કે આવી વિચારધારાવાળાઓની કબરો આજે પણ ભારતમાં છે. નવા મોહરા સાથેનાં વામપંથીઓનો અંત નિશ્ચિત છે. તેનો અંતિમસંસ્કાર પણ ભારત જ કરશે.
થી પુસ્તકમાં વામપંથી વિચારધારાની ઉત્પત્તિ અને વિકાસથી લઈ કોમ્યુનિસ્ટ ક્રાંતિ-ર સુધીની વામપંથી ઉધઈનું ઊંડાણપૂર્વક, સંદર્ભે સાથે વિશ્લેષણ કરેલ છે. પુસ્તકના પ્રકરણ ૯માં ઘડીમાં માર્ક્સવાદની વર્તમાનની નવી નકલી સાંસ્કૃતિક પદ્ધતિનું વિવરણ છે.
કોમ્યુનિસ્ટ ક્રાંતિ-૨ પ્રમાણે… ક્રિટિકલ થિયરી પ્રમાણે દેશમાં પીડિત પરિવાર-સમુદાયની તથાકથિત શોધ કરીને સહાનુભૂતિના નામે સમાજના વિવિધ વર્ગો વચ્ચે સંઘર્ષ-ઘર્ષણ પેદા કરવાનું લક્ષ છે. ભારતની સાંસ્કૃતિક વિરાસત ભાષા, જાતિ-પંથ, ધર્મમાં રહેલ છે. વિવિધતા અને એકતાને તોડવા નવા માર્ક્સવાદ – વોકીઝમથી લક્ષ બનાવવાનું કાવતરું ચાલે છે. દુનિયામાં સર્વ સ્વીકૃત બની રહેલ ભારતીય સંસ્કૃતિ, ચિંતન,
જીવનદર્શન, જીવનપધ્ધતિને બદનામ કરવાના ષડયંત્રના ભાગરૂપે ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાં બોડેન ચેર ઓફ સંસ્કૃતની સ્થાપનાકાળથી અંગ્રેજી યુવકો સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરે છે, જેનો મૂળ ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિનાં મૂળ સિદ્ધાંતોને વિકૃત રીતે રજૂ કરી તેને નષ્ટ કરવાનો છે.
વિશ્વની પ્રમુખ ઉત્પાદન કંપનીઓમાં ઉચ્ચ પદ પર ભારતીય યુવાનોનું યોગદાન મુખ્ય છે. આ મોટાભાગના યુવાનોએ IITમાં અભ્યાસ કરેલ છે. આ IIT સામે પણ વિવિધ પ્રશ્નો ઊભા કરી બદનામ કરવાનું કાવતરું વામપંથી કરી રહ્યા છે. શૈક્ષણિક સંસ્થામાં જાતિવાદ, પ્રાંતવાદ, આર્થિક અસમાનતા જેવા મુદ્દાઓ યુવાપેઢીના માનસમાં ઉતારી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે, દુનિયામાં પુનઃ ભારત પ્રત્યે સન્માનની ભાવના જાગી રહી છે. વિશ્વના દેશોનો વિકસિત થતા ભારત તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા બની રહ્યું છે. દુનિયાના દેશોને મફત વેક્સિન આપી રહ્યું છે. ગરીબ દેશોને ટેક્નોલોજી આપી રહ્યું છે. ભારત એ ટેક્નોલોજીના ઉપયોગથી દેશના ૧.૪૦ અબજ નાગરિકોનાં જીવનધોરણમાં આમૂલ પરિવર્તન લાવી રહ્યું છે. આ પ્રગતિથી સૌથી દુઃખી માર્ક્સવાદીઓ થઈ રહ્યા છે.
નયા ભારતના નિર્માણ પછી વામપંથીઓએ સ્વીકારી લીધું છે કે, બંદૂકની તાકાત પર રક્તરંજિત ક્રાંતિ દ્વારા ભારતમાં વર્ચસ્વ બનાવવું સંભવ નથી. માટે ભારત સામે લડવા માટે નવા મુખોટાવાળી ઘાતક રણનીતિ તૈયાર કરી રહ્યા છે. જેના નિશાના પર ભારતીય સંસ્કૃતિ-સંસ્કાર છે. આપણા દેશની પરિવારવ્યવસ્થા, ધર્મવ્યવસ્થા, દેશભક્તિ, ધાર્મિક શ્રદ્ધા જેવી મૂળભૂત શક્તિઓને તોડી પાડવી, જે માટે અતિશય વ્યક્તિવાદ, વિકૃત સ્ત્રીવાદ, મુક્ત વ્યભિચાર, ઇતિહાસનું વિકૃતિકરણ, ધર્મસંસ્કૃતિ, ધર્મગુરુઓની મજાક ઉડાવવી વગેરે શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા છે.
અનિલ જોધાની ની કલમ થી


