મુખ્યમંત્રી રહેતા કેજરીવાલે ₹1,63,000 ની કિંમતના મોબાઇલની ખરીદ કરી હતી
ન્યુઝ ડે નેટવર્ક, દિલ્હીની ભારતીય જનતા પાર્ટીની સરકારે આમ આદિ પાર્ટીની પૂર્વ સરકાર દ્વારા ખરીદવામાં આવેલ મોબાઈલ ફોનો ની એક લિસ્ટ સાર્વજનિક કરી છે. આ લિસ્ટમાં ખુલાસા કરવામાં આવ્યા છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી રહેતા પોતાના કાર્યકાળ દરમિયાન જે ચાર મોબાઈલ ખરીદ્યા હતા એમાંથી સૌથી મોંઘુ ફોન 1,63,000 નું હતું. આ ઉપરાંત પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા એ પણ એક લાખ કરતા વધુ રૂપિયાના મોબાઈલ ખરીદ્યા હતા. લિસ્ટ અનુસાર કેજરી વાલે સાલ 2015 માં મુખ્યમંત્રી બન્યા બાદ 1 ડિસેમ્બર 2015 ના રોજ 81 હજાર રૂપિયા કિંમત નો iphone 6s plus ખરીદો હતો. ત્યારબાદ કેજરી વાલે વર્ષ 2017 માં 12મી સપ્ટેમ્બર ના રોજ 69,000 ની કિંમત વાળો iphone 7 plus ખરીદ્યો હતો, પછી વર્ષ 2020 માં ચાર્ટ ડિસેમ્બરના રોજ 1,39,900 રૂપિયાની કિંમત વાળો iphone 12 pro મેક્સ ખરીદવામાં આવ્યું હતું અને લાસ્ટમાં કેજરીવાલ એ વર્ષ 2022 માં 13મી જુલાઈના રોજ એક લાખ 63900 ની કિંમત વાળો iphone 13 પ્રોમેક્સ ની ખરીદ કરી હતી.

