ગોપાલ ઈટાલીયા ના ધારાસભ્ય પદ શપથ

ન્યુઝડે નેટવર્ક ,વિસાવદર બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવનારા AAPના ગોપાલ ઇટાલિયાએ આજે ધારાસભ્ય પદના શપથ લીધા છે. 2025ની ગ્રામ પંચાયતો ચૂંટણીની સાથે યોજાયેલી 2 વિધાનસભાની પેટાચૂંટણીમાંથી એક વિસાવદર બેઠક પરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ ભવ્ય જીત મેળવી હતી.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે વિધાનસભા ખાતે ગોપાલભાઈ ઈટાલીયાને ધારાસભ્ય તરીકેના શપથગ્રહણ કરાવ્યા હતા. આ સાથે તેમણે મીડિયા સમક્ષ વાત કરતાં આ ક્ષણને ગુજરાતની રાજનિતી માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો


