નોન ઇમિગ્રન્ટ વિઝા માટે અમેરિકા ની નવી નીતિ 
અમેરિકામાં ફરવા, અભ્યાસ અથવા કામ કરવાનું સ્વપ્ન જોનારા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. અમેરિકાએ 2026 થી નોન-ઇમિગ્રન્ટ વિઝા ધારકો માટે નવી વિઝા ઇન્ટિગ્રિટી ફી લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જે વિઝા ફી બમણી કરતા વધુ કરશે. આ ફી સિક્યોરિટી ડિપોઝિટના રૂપમાં હશે અને મોઘવારી અનુસાર વધશે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જુલાઈ 2025 ના વન બિગ બ્યુટીફુલ બિલ નામના એક મોટા કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં આ નવા વિઝા ઇન્ટિગ્રિટી ફીનો ઉલ્લેખ છે. આ કાયદા હેઠળ દરેક નોન-ઇમિગ્રન્ટ વિઝા માટે $250 (લગભગ રૂ. 21,400) ની વધારાની ફી ચૂકવવી પડશે.


