“ઇન્ડિયા ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ બન્યો એક અનોખો સંયોગ”

ઇન્ડિયા ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ બન્યો એક અનોખો સંયોગH

ન્યુઝ ડે નેટવર્ક, ટેસ્ટ ક્રિકેટ ના 147 વર્ષોના ઇતિહાસમાં આવું નવમી વખત બન્યું છે કે જ્યારે બંને ટીમોનો પહેલી ઈનિંગ નો સ્કોર બરાબર રહ્યો હોય. પ્રથમ વખત આ ઘટના વર્ષ 1910 માં ડર્બન ખાતે બની હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચ અત્યારે રોમાંચક તબક્કામાં છે. આ મેચમાં ઇંગ્લેન્ડ એ પહેલી ઇનિંગ રમતા કુલ 387 રન ફટકાર્યા હતા તો સામે છેડે ભારતીય ટીમ એ પણ પોતાની પ્રથમ ઈનિંગમાં 387 રન ફટ કર્યા હતા. આ રીતે બંને ટીમોનો પ્રથમ ઈનિંગ નો સ્કોર બરાબર રહ્યો હતો. ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષોના ઇતિહાસમાં આ બનાવ નવમી વખત બન્યો છે. પહેલીવાર આવી જ ઘટના વર્ષ 1910 માં ડર્મન ખાતે બની હતી જ્યારે ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા બંને ટીમોએ પોતાના પ્રથમ માં 199 રનનો સ્કોર બનાવ્યો હતો. લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી આ મેચ માં આવો બનાવો પહેલી વખત બન્યો છે કે જ્યારે બંને ટીમોનો પ્રથમ ઈનિંગ નો સ્કોર બરાબર રહ્યો હોય. જ્યારે બીજી બાજુ ભારતીય ટીમ સાથે આ ઘટના ત્રીજી વખત બની છે. પ્રથમ ઘટના વર્ષ 1958માં કાનપુર ટેસ્ટ મેચમાં બની હતી કે જ્યારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને ટીમોનો પ્રથમ ઈનિંગ નો સ્કોર 222 રન હતો. ભારતીય ટીમ એ મેચ હારી ગઈ હતી. બીજો બનાવો વર્ષ 1986માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જ બન્યો હતો આ ટેસ્ટ મેચ ઓવર ખાતે રમાઈ રહી હતી અને ત્યારે બંને ટીમોનો પ્રથમ સ્પેલિંગ નો સ્કોર 390 રન રહ્યો હતો જોકે એ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી.