
ન્યુઝડે નેટવર્ક, એજબેસ્ટન ખાતે રમાઈ રહેલી એન્ડરસન -તેંડુલકર ટ્રોફી ની બીજી ટેસ્ટ ના ચોથા દિવસે ભારતીય ટીમે 6 વિકેટે 427 રન બનાવી પારી ડિક્લેયર કરતા સરસાઈ સાથે કુલ 607 રન નો જંગી જુમલો ઇંગ્લેન્ડ ની ટિમ ને જીતવા આપ્યો છે. પહેલી ઇનિંગ માં શાનદાર ડબલ સેન્ચુરી લગાવનારા ભારતીય સુકાની શુભમન ગીલે બીજી ઇનિંગ માં પણ 161 રન ફ્ટકાર્યા, સાથે જ ઉપ કપ્તાન રિષભ પંત 65,રવિન્દ્ર જાડેજા 69,કે એલ રાહુલ 55 રન બનાવ્યા હતા.


