
ન્યુઝડે નેટવર્ક, મહારાષ્ટ્ર માં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે આજે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર સાથે આવતા વિપક્ષ ને પણ સત્તારૂઢ પક્ષ ને ટોણો મારવાનો મોકો મળી ગયો છે. કોંગ્રેસ ના સિનિયર નેતા ભૂપેશ બઘેલ આ વિષય માં ભાજપ પર નિશાન તાકતા કહ્યું હતું કે આ ઠાકરે બંધુઓ ના સાથે આવવાથી ભાજપા ની નીંદ ઉડેલી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર માં ગુજરાતી વેપારી ને મરેલા થપ્પડ વિશે કોઈ પણ રાજકીય પક્ષે અત્યાર સુધી વિરોધ નોંધાવ્યો નથી, નથી કોઈ નિંદા વ્યક્ત કરવામાં આવી છે. આ અનેક ભાષાઓ થી બનેલો એક દેશ છે પરંતુ ભાષાં ના નામે સસ્તી પ્રસિદ્ધિ અને વોટબેન્ક ની રાજનીતિ કરનારા માટે ભારતીય એકતા અને અખંડતા કેટલી મહત્વપૂર્ણ છે તે જોવાંનું રહ્યું.

