ન્યુઝ ડે નેટવર્ક.
આશ્રમરોડ સ્થિત નવગુજરાત કોલેજ કેમ્પસમાં કોઈ જ પ્રકારની સિક્યોરિટી ની વ્યવસ્થા કે સિક્યોરીટી ગાર્ડની વ્યવસ્થા નહતી. છેલ્લા એક મહિના માં વિદ્યાર્થી ની સુરક્ષા ને લગતી 3 ગંભીર ઘટના ઘટતા ABVP દ્વારા ૦૭-૦૨-૨૦૨૩ ના રોજ સિક્યોરિટી ગાર્ડની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ટ્રસ્ટી મંડળ દ્વારા સિક્યોરીટી ની યોગ્ય વ્યવસ્થા ના કરતા ABVP દ્વારા સિક્યોરિટી ગાર્ડ મુકવામાં આવ્યા હતા. જેથી પ્રશાસન ને પોતાની ભૂલ સમજાઈ હતી. આથી નવગુજરાત કોલેજ તંત્ર દ્વારા આજે કોલેજ માં સિક્યોરિટી ની વ્યવસ્થા કરવામાં આવી.