“રાજસ્થાન માં કાળઝાળ ગરમી ની આગાહી”

ન્યુઝ ડે નેટવર્ક.
આ વર્ષે સમય પહેલા શરૂ થયેલી ગરમી થી રાહત ની રાહ વચ્ચે રાજસ્થાન વાસીઓ માટે ખરાબ સમાચાર છે.એક આગાહી અનુસાર રાજસ્થાન નાં લોકોને આ વર્ષે કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે.હવામાન વિભાગના સંકેત અનુસાર રાજસ્થાન માં ઉનાળાનું તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ રહી શકે છે તેવી સંભાવના છે.રાજસ્થાન નાં ઘણા વિસ્તારોમાં ફેબ્રુઆરી મહિના માં તાપમાન સામાન્ય કરતાં 2/3 ડિગ્રી વધુ નોંધાયો છે.હવામાન વિભાગના અધિકારીઓ અનુસાર આ વર્ષે તીવ્ર ગરમી નું કારણ પ્રશાંત મહાસાગર માં લા નીનોથી લઈને અલ નીનોની સ્થિતિ ને વેશ્વિક પરિબળ માનવામાં આવી રહ્યું છે.