ન્યુઝ ડે નેટવર્ક.
દિલ્લી માં શ્રધ્ધા હત્યા કેસ હજુ જનમાનસ પર અંકિત છે ત્યારે ફરી એક વાર આ જ રીતે એક અન્ય યુવતી ની હત્યા કરવામાં આવી હતી.આરોપી સાહિલ ગેહલોતે હત્યા બાદ લાશ ને ઠેકાણે લગાડવા ફ્રીઝ ની મદદ લીધી હતી.આરોપી સાહિલ ગેહલોત નીકળી યાદવ નામ ની યુવતી સાથે વર્ષ 2018 થી પરિચય માં હતો .ગત 10 ની ફેબ્રુઆરી નાં રોજ આ બંને નાં લગ્ન થવાના હતા પરંતુ કોઈ બાબતે તકરાર થતાં 9 ની તારીખે આરોપી સાહિલ ગેહલોતે યુવતી ને મોબાઈલ નાં કેબલ થી ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.હત્યા કર્યા બાદ આરોપીએ લાશને એક ઢાબા નાં ફ્રીઝ માં સંતાડી હતી. નજફગઢ નાં મિત્રાવ ગામ ના એક ઢાબા નાં ફ્રીજર માં થી લાશ કબ્જે લઈ પોલીસે આરોપી સાહિલ ગેહલોત ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.