ન્યુઝ ડે નેટવર્ક.
ગુજરાત હાઇકોર્ટ માં કરવામાં આવેલી જાહેર હિતની એક અરજી વિષયે હાઇકોર્ટ ઉપરોક્ત ટકોર કરી હતી.રાજ્યની પ્રાથમિક શાળાઓ માં ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવા બાબતે અરજી થઈ હતી જેના જવાબ નાં હાઇકોર્ટ પૂછ્યું હતું કે ગુજરાતી વિષય ભણાવવા માં શાળાઓ ને શું તકલીફ પડી રહી છે .હાઇકોર્ટ દ્વારા સરકારને ગુજરાતી નહિ ભણાવનારી શાળાઓને નોટિસ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ વિષય માં જ અગાઉ ની સુનાવણી દરમિયાન સરકાર તરફથી સોગંદનામુ કરવામાં આવ્યુ હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં લગભગ 23 શાળાઓમાં ગુજરાતી વિષય ન ભણાવતા હોવાનું ધ્યાન માં આવ્યું છે.હાઇકોર્ટ સરકારના નીતિ નું ચુસ્તપણે પાલન કરવું પડશે તેવું પહેલા પણ કહી ચૂકી છે.હાઇકોર્ટ માં જાહેર હિતની થયેલી અરજી માં રજૂઆત કરવામાં આવી હતી કે સરકારી સ્કુલો માં માતૃભાષા વિષય નાં ભણાવતા હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ નું સંપૂર્ણ વિકાસ થતો નથી.વર્ષ 2018 માં માતૃભાષા હેઠળ ગુજરાતી વિષય ને સરકાર દ્વારા મરજિયાત બનાવી દેવાયું હતું જેના લીધે ઘણી સ્કૂલો ગુજરાતી વિષય ભણાવતો નથી .