ન્યુઝ ડે નેટવર્ક.
આજે જ્યારે દેશ માં અરાજક વાદી તત્વો દ્વારા દેશ નાં લોકો ને જાતિ ભાષા અને વિવિધ વર્ગો ને વહેંચીને તોડવાનો પ્રયાસ ચાલી રહ્યું છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વર્ષોથી ચાલતો SEIL પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન પૂરું પાડવા માટે ઉદાહરણ બન્યું છે
આ પ્રોજેક્ટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સન 1966 દેશમાં દૂર સરહદ નજીક આવેલા રાજ્યો ના વિદ્યાર્થીઓ ને ભાવનાત્મક અને સાંસ્કૃતિક જોડાણ માટે ચલાવવામાં આવે છે. “Students Experience in Inter State Living” એટલે કે SEIL અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક રાષ્ટ્ર – એક જન – એક સંસ્કૃતિ નાં મંત્ર સાથે ચલાવવામાં આવે છે.આ પ્રોજેક્ટ અંતર્ગત દેશના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના વિદ્યાર્થીઓ વિવિધ રાજ્યો નાં પ્રવાસ કરશે અને તેમની સાથે જ તે સ્થાન ની વિવિધતાઓ – વાર – તહેવાર તેમનું મહત્વ જાણશે. ભૂતકાળ માં પણ આ પ્રોજેક્ટ હેઠળ હજારો વિદ્યાર્થીઓએ દેશમાં ઘણી જગ્યા પ્રવાસ કર્યા છે ,તે જગ્યા નાં વિદ્યાર્થીઓ સાથે તેમના ઘરમાં રહ્યા છે ,તેમની સાથે સંવાદ સ્થાપ્યું છે અને આ રીતે ABVP નાં પ્રયાસ થી બે પ્રદેશ નાં વિદ્યાર્થીઓ વચ્ચે નું સાંસ્કૃતિક ,ભાષાકીય અંતર ઘટવાના પ્રયાસો સફળ થયા છે
આ વર્ષે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની ” રાષ્ટ્રીય એકાત્મતા યાત્રા” 1 ફેબ્રુઆરી નાં રોજ ગુવાહાટી થી શરૂ થઈ દેશના વિવિધ રાજ્યો માં 16 અલગ અલગ માર્ગો થી થઈને 20 ફેબ્રુઆરી નાં રોજ ગુવાહાટી માં પૂર્ણ થશે.એક યાત્રા ચાર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સ્થાનો પર જશે અને આ સંપૂર્ણ યાત્રા માં નોર્થ ઇસ્ટ નાં કુલ 480 જનજાતિ વિદ્યાર્થીઓ જોડાયા છે.આ યાત્રા દેશ નાં 22 રાજ્યો અંતર્ગત 64 સ્થાનો પર થી પસાર થશે.
આ યાત્રા મધ્યપ્રદેશ થી નીકળીને આગામી 8 થી 13 ફેબ્રુઆરી નાં રોજ ગુજરાત ના કર્ણાવતી શહેર માં પહોંચશે. 8,9 અને 10 તારીખ દરમિયાન શહેર નાં વિવિધ સ્થાનિકો સાથે નિવાસ કરશે અને શહેર નાં વિવિધ સ્થાનો જેમ કે IIM, ગાંધી આશ્રમ,રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ જેવા સ્થાનો પર આ યાત્રા નાં વિદ્યાર્થીઓ મુલાકાત લેશે.આ સાથે ગુજરાત ના સાંસ્કૃતિક વારસા નાં દર્શન કર્યા બાદ બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ અને સરકારના પ્રવકતી મંત્રી ઋષિકેશ પટેલની સાથે મુલાકાત કરશે.
ઉલ્લેખનીય છે કે કોઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા વિદ્યાર્થીઓ વચ્ચે સાંસ્કૃતિક અને પ્રાદેશિક અંતર ઘટાડવા માટે ચલાવવામાં આવતું આ એક માત્ર પ્રોજેક્ટ છે .