ન્યુઝ ડે નેટવર્ક.
અમદાવાદ શહેર નાં માધુપુરા પોલીસ સ્ટેશન ની હદ માં આવતા દૂધેશ્વર વિસ્તાર માં શુક્રવારે રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલ (એસ એમ સી) દ્વારા કાર્યવાહી કરવામાં આવતા અંદાજે રૂપિયા 25 લાખનો દારૂ પકડવામાં આવ્યો હતો.અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ થી લગભગ 4 કિલોમીટર નાં અંતરે પાડવામાં આવેલા આ દરોડા માં એક ટ્રક ની અંદર થી લગભગ રૂપિયા 25 લાખની કિંમતનો 11366 વિદેશી દારૂનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલે જપ્ત કર્યો હતો.
આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ સ્ટેશન શરમજનક સ્થિતિ માં મુકાયું હતું.અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ત્વરિત કાર્યવાહી કરતા માધુપુરા પોલીસ સ્ટેશન નાં પીઆઈ પીએસઆઈ અને ડી સ્ટાફ નાં તમામ પોલીસ કર્મીઓ ની તત્કાળ અસરથી બદલી કરવામાં આવી હતી.