ન્યુઝ ડે નેટવર્ક.
બીબીસી ની વિવાદિત ડોક્યુમેન્ટરી નો સહારો લઈ કેટલાય લોકો પોતાના રોટલા શેકવામાં લાગેલા છે ત્યારે આ વિવાદ માં વધુ ઉમેરો કરતી ઘટના જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય માં બની ગઈ.આમ તો જવાહર લાલ નહેરુ વિશ્વવિદ્યાલય માં વિવાદો છેલ્લા કેટલાય વર્ષો થી સમાચાર માં રહ્યા છે.
બીબીસી ની વિવાદિત ડોક્યુમેન્ટરી બાબતે બ્રિટન કે જ્યાં થી આ સમાચાર માધ્યમ ચાલે છે ત્યાં પણ ફટકાર લગાવવામાં આવી છે અને એ પણ ખુદ બ્રિટન નાં વડાપ્રધાન ઋષિ સુનક દ્વારા આ મુદ્દે અસહમતી દર્શાવવામાં આવી છે.
જવાહર લાલ નહેરુ વિશ્વવિદ્યાલય માં એક વિદ્યાર્થી સંગઠન દ્વારા આ વિવાદિત ડોક્યુમેન્ટરી જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની સામે બીજા વર્ગ દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો.પરંતુ સંગઠન દ્વારા ડોક્યુમેન્ટરી દર્શાવતા ઘર્ષણ શરૂ થયું હતું.ઉલ્લેખનીય છે ભારત સરકાર દ્વારા આ ડોક્યુમેન્ટરી ને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.