“પતિ નાં ગમતો હોવાથી પત્નીએ કરી હત્યા, ઉમરકેદ ની સજા”

ન્યુઝ ડે નેટવર્ક.
યમરાજ થી પોતાના પતિ નો જીવ બચાવી લાવનારી સ્ત્રી ની વાતો ધાર્મિક વાર્તાઓ માં કહેવાતી હોય છે ત્યારે કળયુગ માં એક પત્નીએ જ પતિની હત્યા કરવાનું સાહસ કર્યું હતું.જેમાં કોર્ટે પત્નીને આજીવન કારાવાસની સજા ફટકારી છે.
સાટા પ્રથા મુજબ થયેલા લગ્ન માં પડેલી આરોપી કમુબેન નાં પ્રેમ સંબંધો અન્ય યુવાન સાથે હતા . સાટા પ્રથા થી થયેલ લગ્ન નાં કારણે પતિ થી છૂટું થવું શક્ય ન હોવાથી આરોપી કમુ બેન દ્વારા એક સુનિયોજિત ષડયંત્ર બનાવી વર્ષ 2019 માં પતિની હત્યા કરવામાં આવી હતી.પોતાના પ્રેમી માટે થઈને અને પતિ ને દુર કરવા આ સમગ્ર કાંડ રચાયું હતું.
ખેંગરભાઈ ભરવાડ કપડવંજ નાં સાલોડ ગામે રહેતા હતા.ખેંગાર ભાઈ ના લગ્ન આરોપી કમુબેન સાથે સાટા પ્રથા મુજબ થયા હતા.લગ્ન થયા છતાં કમુ બેન અન્ય એક યુવાન સાથે પ્રેમ સબંધ માં રહ્યાં હતાં પરંતુ સાટા પ્રથા નાં કારણે છૂટું થવું શક્ય ન હતું જેથી કમુ બેને વર્ષ 2019 માં 14 ફેબ્રુઆરી નાં રોજ ખેંગાર ભાઈ સાથે ફાગવેલ ફરવાની ઈચ્છા જણાવી હતી.મૃતક ખેંગાર ભાઈ કમુ બેન ની ઈચ્છા મુજબ ફરવા લઈ ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે કમુ બેને ખેતર માં લોખંડ ની પાઇપ દ્વારા વાર કરી ખેંગાર ભાઈ ની હત્યા કરી નાખી હતી.ખેંગાર ભાઈ ની લાશ ને સંતાડી અને પોતાની પાસે અને ખેંગાર ભાઈએ પહેરેલી સોના ચાંદી ની વસ્તુઓ ની લૂંટ થવાના તરકટ રચી આરોપીએ પતિ ની ગુમ થવાની ફરિયાદ પણ પોલીસ સ્ટેશન માં નોધાવી હતી.જેમાં પોલીસ ને સાચી હકીકત ખબર પડતાં સમગ્ર કાંડ નો ભાંડો ફૂટ્યો હતો.કપડવંજ કોર્ટે દ્વારા સમાજ માં દાખલો બેસાડતા કમુ બેન ને આજીવન કેદ ની સજા ફટકારી હતી.