“લવ જેહાદ પ્રકરણમાં પરિણીત પુરુષ ની હત્યા”

ન્યુઝ ડે નેટવર્ક.
લવ જેહાદ નાં પ્રકરણમાં વધુ એક ઘટના નો ઉમેરો થયો છે.અમદાવાદ શહેર નાં કૃષ્ણનગર વિસ્તાર નાં પરિણીત યુવકની હત્યા કરવામાં આવી છે.સિંગલ યુવતીઓ લવ જેહાદ નો શિકાર બનતી હતી પરંતુ આ ઘટના માં પરિણીત યુવતી લવ જેહાદ નો શિકાર બની હતી અને તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિ ની હત્યા ને અંજામ આપ્યો હતો.
કૃષ્ણ નગર માં મહેશ ગોબર ભાઈ પટેલ નામનો યુવાન પોતાની પત્ની મિરલ અને તેના બે પુત્રો સાથે રહેતો હતો. મિરલ ને કઠવાડા માં રહેતા અનશ ઉર્ફે લાલો (કઠવાડા) નામના યુવક સાથે પ્રેમ સબંધ બંધાયા હતા. માત્ર 20 દિવસ નાં સંબંધ માં વાત લગ્ન કરવા સુધી પહોંચી હતી.
10 દિવસ પહેલા મિરલ પતિ અને બંને પુત્રો ને મૂકી અનશ સાથે ફરવા જતી રહી હતી.ઠપકો મળતાં અનશ ,મિરલ અને અનશ ની મિત્ર ખુશીએ મહેશ ને ધમકી આપી હતી જેમાં કહ્યું હતું કે અનશ અને મિરલ નાં સબંધ વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશું.
ત્યાર બાદ મહેશ ગોબર ભાઈ પટેલ અચાનક ગુમ થઈ જતાં પરિવારના સભ્યોએ કૃષ્ણ નગર પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી ,પોલીસે આ દિશામાં તપાસ કરતા અનશ મિરલ અને ખુશી ની અટકાયત કરી પૂછપરછ કરી હતી જેમાં ત્રણેય ભાંગી પડ્યા હતા અને મહેશ ગોબર ભાઈ પટેલ ની હત્યા કરવાનું કબૂલ્યું હતું.અનશે ધારદાર ચપ્પા વડે મહેશનું ગળું કાપીને લાશ કઠવાડા માં આવેલા એક ખેતર નાં કૂવામાં ફેંકી હતી.