ન્યુઝ ડે નેટવર્ક,
પ્રેમ ના નામે ચાલતા તરકટ લવ જેહાદ ની વાતો વચ્ચે વધુ એક કિસ્સો પ્રકાશ માં આવ્યો છે.જામનગર ની યુવતી જે અત્યારે રાજકોટ માં રહે છે તેને અમદાવાદ શહેર નાં જુહાપુરા માં રહેતા ઝુંબીન પઠાણ સામે આરોપ લગાવ્યા છે જેમાં કહેવાયું છે કે ઝૂબીન પઠાણે તે યુવતી ની જ જ્ઞાતિની બે યુવતીઓ સાથે અગાઉ લગ્ન કરી તરછોડી દીધી હતી.અને હાલ એક બ્રાહ્મણ યુવતી ને ફસાવી છે.
આરોપ લગવનારી યુવતીએ રાજકોટ માં ઝુબીન પઠાણ સામે દુષ્કર્મ ની ફરિયાદ નોધાવી છે.જુહાપુરાના અલસાગર ફ્લેટ માં રહેતો ઝુબિન પઠાણ વર્ષ 2018 માં નોકરી દરમિયાન જામનગર ની 30 વર્ષીય યુવતી નાં સંપર્ક માં આવ્યો હતો.યુવતી લગભગ 1 વર્ષ બાદ રાજીનામું આપી બીજી જગ્યા શિફ્ટ થઈ હતી. ઝુબીન આ યુવતી સાથે સંપર્ક માં હતો.વર્ષ 2021 માં ઝુબીન રાજકોટ આવ્યો હતો અને રાજકોટ ની એક હોટલ માં લઈ જઈ જબરદસ્તી થી સબંધ બંધી ફોટા અને વીડિયો બનાવી લીધા હતા. ઝુબીન પઠાણ આ ફોટા અને વિડિયો નાં માધ્યમ થી યુવતી બે બ્લેકમેઇલ કરતો હતો.
યુવતીના આરોપો અનુસાર યુવતી છેલ્લા 6 મહિના થી ઝુબીન નો ફોન ઉપાડતી નથી હોવાથી ઝુબીન મેસેજ કરી હોટલ માં વિતાવેલી અંગત પળો નાં વિડિયો ફોટો વાઇરલ કરવાની ધમકી આપતો હતો.શરૂઆત માં સામાજિક અને પારિવારિક કારણોસર યુવતી કોઈની મદદ લેવા અચકાતી હતી પરંતુ તેણીએ હિંમત કરી પરિવાર નાં સભ્યો ને વાત કરતા રાજકોટ ખાતે લવ જેહાદ ની ફરિયાદ નોધવા માં આવી હતી.