ન્યુઝ ડે નેટવર્ક.
રાજ્યમાં ગત અઠવાડિયે બનેલી છેડતી ની ઘટનાઓ બાદ કાલે ફરી એક અનિચ્છનીય ઘટના સામે આવી છે.આ ઘટના વડોદરા શહેર માં બની હતી જ્યાં ફેઝલ નામના મુસ્લિમ યુવકે એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ યુવતી સાથે 6 મહિના પહેલા સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક માં આવેલા મુસ્લિમ યુવક ફેઝલે તેના મિત્ર ની મદદ થી યુવતી નું અપહરણ કરીને અલકાપુરી ની હોટલ માં યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.આરોપી ફેઝલ ઘાંચીએ તેના મિત્ર ફિરોઝ વ્હોરા ની મદદથી આ ગુનાહ ને અંજામ આપ્યો હતો.પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આગળ ની તપાસ શરૂ કરી છે.એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી ફેઝળ ઉપર અગાઉ પણ સાત જેટલા ગુના નોંધાયેલા છે.સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી ગુનાઓ ને અંજામ આપતા આવા ગુનેગારો થી યુવતીઓએ સાવચેત રહેવાની જરૂર છે.