“ગાંધીનગર માં ફરી દિપડો દેખાયાની ચર્ચા”

ન્યુઝ ડે નેટવર્ક.
ગાંધીનગર સચિવાલય પાછળ નાં ભાગ માં ફરી દિપડો દેખાયા ની ચર્ચાએ જોર પકડ્યું છે.થોડાક સમય પહેલા ગાંધીનગર માં દિપડો સચિવાલય માં આવવાના સમાચાર હજુ લોકોને યાદ હશે.આજે ફરી સચિવાલય નાં ગેટ ન.2 થી સંસ્કૃતિ કુંજ બાજુ દિપડો હોવાની વાત ત્યાંના સ્થાનિકે કરી હતી જેના લીધે વાં વિભાગ શોધ ના કામમાં લાગ્યું છે.જો કે હજુ આ બાબત નાં નક્કર પુરાવા મળ્યા હોવાના અહેવાલ નથી.ઉલ્લેખનીય છે કે જ્યારે સચિવાલય માં દિપડો આવ્યો હતો ત્યારે સચિવાલય પાછળ નદી નાં પટ માં દિપડાનું પરિવાર હોવાના સમાચાર થોડાક સમય પહેલા પણ મળ્યા હતા .