ન્યુઝ ડે નેટવર્ક.
સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શિક્ષક દારૂ ના નશા માં ભાન ભૂલી સ્કૂલ ની અંદર મૂકવામાં આવેલી માં સરસ્વતી ની તસવીર ને અપમાનિત કરતો દેખાય રહ્યો છે.
સૂત્રો અનુસાર આ ઘટના છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ગેલાસર ગામ માં આવેલી સરકારી સ્કૂલ ની આ ઘટના છે.જ્યાં દારૂ નાં નશામાં ધૂત શિક્ષક માં સરસ્વતી ની તસવીર ને લાત મારી અપમાનિત કરી રહ્યો છે.જાણવા મળ્યા મુજબ આ શિક્ષકનું નામ યોગેશ છે અને તેની આ કરતૂત ની જાણકારી પ્રિન્સિપાલ દ્વારા પોલીસ ને આપવામાં આવી છે ત્યાર બાદ થી પોલીસ આ શિક્ષક ની શોધખોળ કરી રહી છે.