“મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ને નિવૃત્ત શિક્ષકો ની માંગણી”

ન્યૂઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ.
રાજ્યમાં નિવૃત્ત થયેલા શિક્ષકો ,આચાર્યો અને વહીવટી કર્મચારીઓ કે જેઓ સાતમા પગાર પંચના ચોથા અને પાંચમા હપ્તા નાં તફાવત થી વંચિત રહી ગયા છે તેઓએ CM અને શિક્ષણ મંત્રીને બાકી પગાર મુદ્દે રજૂઆત કરી હતી. આ વિષય નાં સંદર્ભ માં રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોના નિવૃત્ત શિક્ષકો માટે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળના પૂર્વ પ્રમુખ પંકજ પટેલ સહિતના સભ્યોએ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને નાણાંમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી.
આ રજૂઆત અનુસાર લગભગ 4000 ગ્રાન્ટેડ સ્કૂલોના 10 હજાર નિવૃત્ત થયેલા શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારીઓ આ લાભથી વંચિત રહી ગયા છે.ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોના આશરે 500 જેટલા શિક્ષકો 2016 પછી મૃત્યુ પામ્યા છે. જેમનું બેંક ખાતુ પણ કાર્યરત નથી અથવા બંધ હાલત માં છે. તેમના સગા સબંધીઓ અને પરિજનો ને પણ ખબર નથી કે તેમણે કેટલી રકમ લેવાની થાય છે અને શું પ્રક્રિયા છે.