“એમ એસ માં માથું ઉચક્તી પઠાણ ગેંગ”

ન્યુઝ ડે નેટવર્ક.
છેલ્લા કેટલાય સમયથી ચર્ચા માં રહેતી વડોદરા ની એમ એસ યુનિવર્સિટી ફરી ચર્ચા માં છે.આ વખતે મુદ્દો અસામાજિક તત્વો ની વિસ્તરતી દાદાગીરી નો છે.બે વિદ્યાર્થીઓ પર કોમર્સ મેઈન ગેટ યુનિટ પાસે હુમલો કરાયા બાદ આ જ ગેંગ દ્વારા વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનાં કિસ્સા પણ સામે આવી રહ્યા છે.SY ની વિદ્યાર્થિની ની છેડતી ત્રણ ઈસમો દ્વારા કરવામાં આવી હતી જે મુદ્દે વિદ્યાર્થિની દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી .ફરિયાદ થયા બાદ પોલીસે આ ત્રણે ઈસમો ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.આ સમગ્ર ઘટના માં પઠાણ ગેંગ નું નામ ફરી યુનિવર્સિટી માં ચર્ચા નું કેન્દ્ર બન્યું છે.એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પઠાણ ગેંગ ફરી સક્રિય થઈ છે અને માથું ઊંચકી રહી છે.