ન્યુઝ ડે નેટવર્ક.
અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની રાજ્ય પ્રતિનિધિ સભા ગાંધીનગર ખાતે યોજાઈ હતી.જેમાં મંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર અને સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણાના માનદમંત્રી દિલીપભાઈ ચૌધરી , પ્રમુખ તરીકે મધુર ડેરીના ચેરમેન ડૉ. શંકરસિંહજી રાણા , ઉપાધ્યક્ષ તરીકે બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા , મહામંત્રી તરીકે બોર્ડ મેમ્બર ડૉ. પ્રિયવદન કોરાટ અને મંત્રી તરીકે સંજયભાઈ રાવલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
આખા ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા સંચાલક તરીકે ધવલસિંહ ઝાલા અપક્ષ ચૂંટાઈ આવ્યા તે બદલ ગુજરાત સંચાલક મંડળે સાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું.