“રાજસ્થાન નાં ચૂરું માં તાપમાન ‘0’ પોહોચતા જનજીવન પ્રભાવિત”

ન્યુઝ ડે નેટવર્ક.
ગુજરાત માં ૨ દિવસ થી ઠંડી નું વાતાવરણ જામ્યું છે ત્યારે રાજસ્થાન માં આજે પારો ‘0’ ડીગ્રીએ પોહોચતાં જન જીવન ખોરવાયું. ચૂરું માં સોમવાર ની સવાર ધુમ્મસ સાથે થઈ હતી.સૂત્રો અનુસાર ધુમ્મસ નાં કારણે ૧૦૦ મીટર સુધી જોવામાં પણ તકલીફ પડી રહી છે.ધુમ્મસ નાં કારણે સવારની ૫ ટ્રેન સમય કરતા મોડી પોહોચી.પારો ગગડતાં વાહનો અને ખેતરો માં બરફ ની પરત પણ જોવા મળી.