ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
ગાંધીનગર જિલ્લા નાં કલોલ શહેર થી બે કિલોમટરના અંતરે આવેલું ગટેહરા પક્ષી ક્ષેત્ર માં છેલ્લા કેટલાય વર્ષોથી કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા લક્ષ્મીપુરા ગટેહરા તળાવને પક્ષીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલું છે.આ પક્ષી ક્ષેત્રમાં શિયાળા દરમિયાન વિદેશથી હજારો પક્ષીઓ આવીને નિવાસ કરે છે.આ પરિસ્થિતિઓ માં સરકાર અને પાલિકા પક્ષીઓ નાં કુદરતી નિવાસ સ્થાન માં ગંદુ પાણી ઠાલવીને પક્ષી જીવન નાં ખલેલ પોહોચાડી રહ્યા છે.કલોલ થી નજીક આવેલ આ કુદરતી પક્ષી ક્ષેત્ર થી સ્થાનિકો પણ અજાણ છે ત્યારે વિકાસના ભોગે પર્યાવરણ નું નાશ થતા બચાવવું જરૂરી છે.
કલોલ થી પલસાણા રોડ પર લક્ષ્મીપુરા તરફ જતા બાવળ ની ગીચ વસ્તી ધરાવતા વૃક્ષો વચ્ચે એક વિશાળ તળાવ છે.જેને ગટેહરા પક્ષી ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે.મુખ્ય માર્ગ પર વન વિભાગ નું બોર્ડ પણ જોવા મળી જાય છે.આ તળાવ વર્ષોથી પક્ષીઓ નું કુદરતી નિવાસ છે.શિયાળા માં દૂર દૂર થી વિદેશી પક્ષીઓ આવીને પોતાનું નિવાસ આ ક્ષેત્ર માં બનાવે છે.