ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર .
સરકાર હસ્તકના હવામાન વિભાગ દ્વારા કેરળમાં ચોમાસાના આગમન વરસાદની સ્થિતિ અંગે આગાહી રજુ થઇ છે, જેમાં હવામાન વિભાગે દેશભરમાં 103 ટકા વરસાદ થવાની આશા વ્યકત કરી છે, આ પહેલી એપ્રિલ મહિનામાં રજુ થયેલ આગાહીમાં હવામાન વિભાગે દેશભરમાં સરેરાશ 99 ટકા વરસાદની આગાહી એટલે કે સામાન્ય ચોમાસાની આગાહી કરી હતી. હવે નવી આગાહીમાં હવામાન વિભાગે વરસાદનું પ્રમાણ વધાર્યુ છે અને ચોમાસામાં દેશભરમાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાની આશા વ્યકત કરી છે.
ગુજરાત રાજ્યમાં સરેરાશ 106 ટકા વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત થઇ છે. ચોમાસાના પ્રથમ મહિનામાં એટલે જુનમાં ગુજરાતના પશ્ચિમ ભાગમાં સામાન્ય વધી વધુ વરસાદ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત રવીવારે કેરળના દરિયા કિનારે ચોમાસાનું આગમન થયુ છે. દર વર્ષ કરતા ચોમાસાનું આગમન સરેરાશ ત્રણ દિવસ વહેલુ થયુ છે. કેરળમાં આગમન થયાના 5 દિવસમાં ચોમાસું સમગ્ર દેશમાં બેસી જાય છે, ગુજરાતમાં સામાન્ય રીતે જુન મહિનાના મધ્યભાગમાં ચોમાસુ બેસતુ હોય છે.