“એમ ડી ડ્રગ્સ સાથે યુવતી ની ધરપકડ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
આતંકીઓ માટે યુવાધન ને બરબાદ કરવાનું હથિયાર એટલે ડ્રગ્સ નશાનો વ્યાપાર.રાજ્ય સરકાર નો ઈચ્છાશક્તિ અને ક્રાઇમ બ્રાન્ચ ની સખત મેહનત નાં પરિણામે કાલે વધુ નશા નાં વ્યાપાર માં વધુ એક વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવી હતી.
યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર પાસે જીએમડી સી ગ્રાઉન્ડ નજીક થી ગુરુવારે સવારે રિક્ષામાં સવાર યુવતી પાસેથી પોલીસે લગભગ 43000 કિંમત નું એમડી ડ્રગ્સ પકડ્યું હતું.પોલીસ તપાસ માં ચાંદલોડિયા ખાતે રહેતી યુવતી જુહાપુરા નાં સાહિલ પાસે થી આ જથ્થો લાવી હતી.યુવતી ની ધરપકડ બાદ પોલીસે ફરાર થયેલા સાહિલ ની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝોન 1 ડીસીપી એલસીબી સ્કોડને એક યુવતી રિક્ષામાં ડ્રગ્સ લઈને જતી હોવાની બાતમી મળી હતી.જેના આધારે વસ્ત્રાપુર પોલીસ અને એલસીબીએ વોચ ગોઠવી હતી.જેમાં ગુરુવારે પરોઢે 3 વાગ્યે બાતમી મુજબના નંબર વાળી રિક્ષા અટકાવતા અંદર મુસાફરી કરી રહેલી યુવતી જ્યોતિકા ઉપાધ્યાય રહે.શિવ કેદારનાથ ફ્લેટ ની પૂછ પરછ કરી હતી .પોલીસે યુવતી અને તેના પર્સ ની તપાસ કરતા તેમાંથી 43200 ની કિંમત નું 4.320 ગ્રામ એમડી પાવડર મળી આવ્યું હતું.આગળ રિક્ષા ની તપાસ કરતા પોલીસ ને તેમાંથી કોઈ ગુનાહિત વસ્તુ મળી ન હતી.યુવતી પાસે થી પોલીસ ને ડ્રગ્સ ઉપરાંત એક મોબાઈલ ફોન અને 2000 રૂપિયા રોકડા અને સાથે પાનકાર્ડ ડેબિટ કાર્ડ અને એક નાનું પર્સ મળ્યું હતું.યુવતી આ ડ્રગ્સ જુહાપુરાના સાહિલ પાસેથી લાવી હતી.