“વાઇસ ચાન્સેલર ની ઓફીસ માં મોબાઈલ ની નો એન્ટ્રી”

ન્યુઝ ડે નેટવર્ક,વડોદરા.
સામાન્ય રીતે વર્ગ ખંડ માં મોબાઈલ લઈ જવાની મનાઈ હોય છે.કારણ કે ત્યાં કોપી કરવાના કે પરીક્ષા માં ચોરી કરવાની સંભાવના હોય છે.પરંતુ વડોદરા એમ એસ યુનિવર્સિટી માં જો હવે કુલપતિ ને મળવું હોય તો મોબાઈલ લઈને જવું અશક્ય છે.
પરીક્ષા ખંડ માં ચોરી ની સંભાવના થી અને કુલપતિ ચેમ્બર માં રેકોર્ડિંગ ની સંભાવનાથી આ નિર્ણય લેવાયો છે.ખાનગી યુનિવર્સિટી માં કામગીરી કરીને આવેલા વી.સી. શ્રીવાસ્તવે આ પ્રતિબંધ મૂક્યો છે એવી જાણકારી મળી રહી છે.
મળતી માહિતી મુજબ ખાનગી યુનિ.થી એમ એસ માં મુકાયેલા વી સી નાં આવ્યા બાદ વિવાદો ચાલી રહ્યા છે જેમાં આ ફતવા બાદ વિવાદ વધુ વધ્યો છે.સેનેટ સિન્ડિકેટ ,અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માં રોષ હોય તેવા પણ સૂત્રો જણાવે છે.
વી સી શ્રીવાસ્તવ હજુ પણ ખાનગી યુનિ. ના માહોલ માં કાર્ય કરતા હોય એવું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.જેમાં આ મોબાઇલ નાં લઈ જવાના ફતવા એ વધુ વિવાદ જગાડ્યો છે.