ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
પર્યાવરણ ને ધ્યાન માં રાખીને નિયત મર્યાદા કરતા ઓછી માઇક્રોન વાળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે તેમ છતાં ગ્રીન સિટી માં આડેધડ રીતે તેવા પ્લાસ્ટિક નો ઉપયોગ ની માહિતી મળતાં ગાંધીનગર કોર્પોરેશન હરકત માં આવ્યું હતું.આવા 53 વેપારીઓ સામે કોર્પોરેશને 26500 નો દંડ પણ ફટકાર્યો છે.
ભારત સરકાર નાં વન અને પર્યાવરણ મંત્રાલય નાં નિર્દેશ અનુસાર નિયત મર્યાદા કરતાં ઓછી મેક્રોન વાળા પ્લાસ્ટિક નાં ઉત્પાદન વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ છે.આ મુજબ નાં નિયમ નો ભંગ કરનાર સામે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ યોગ્ય કાર્યવાહી કરવા તથા નિયમો નું પાલન ન કરનાર સામે દંડ રૂપે વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવે છે .તેથી આવા પ્રતિબંધિત પ્લાસ્ટિક નો વપરાશ અટકાવવામાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ કાર્યવાહી માં દંડ ઉપરાંત 15 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવ્યું છે.
ગાંધીનગર ને ગ્રીન સિટી કહેવાય છે ત્યારે પર્યાવરણ ની સુરક્ષા ને ધ્યાન માં રાખીને અને શહેર ની સ્વચ્છતા ને જાળવવા આગામી દિવસો માં પણ આવી કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ચા ની કીટલીઓ પર પણ કાગળ નાં ગ્લાસ નું ચલણ વધ્યું છે જેનાથી પણ સ્વચ્છતા નો વિષય ઊભો થાય છે.આ માટે સેવા ભાવ થી કાર્ય કરતી સંસ્થાઓ એ પણ કામ ચાલુ કર્યું છે જેમાં લોકોને આ વપરાશ બંધ કરવા સમજાવવામાં આવે છે.તેમ છતાં પ્રજા તરીકે આપડે વિચારવું કે આ નષ્ટ નાં થનારું પ્લાસ્ટિક ક્યાંક આવનારી પેઢી ને માત્ર ને માત્ર કચરો આફતો અને બીમારીઓ તો આપવાનું નથી ને!