“ત્રણ કરોડ નું પાર્ટી ડ્રગ્સ ઝડપાયું,સૂત્રધાર ની તપાસ શરૂ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
દેશના યુવાધન ને બરબાદ કરવા નો હથિયાર એવાં ડ્રગ્સ નાં રેકેટ માં વધુ એક સમાચાર સામે આવ્યા.ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ કરોડ નું પાર્ટી ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ પાંચ દિવસ પહેલા શાહીબાગ ની કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ માં યું એસ જતા પાર્સલ ક્રાઇમ બ્રાન્ચે ચેક કરતા રૂપિયા ત્રણ કરોડ નું પાર્ટી ડ્રગ્સ (કેટામાઈન હાઇડ્રોકલોરાઇડ) ઝડપીને આંતરરાષ્ટ્રીય રેકેટ નો પર્દાફાશ કર્યો છે.
નવસારીના યુવક સુરેશ યાદવે પોલીસને જણાવ્યું હતું કે રાજસ્થાન પુષ્કર થી મિત્ર સોનુએ મરી મસાલા કપડાં અને કોસ્મેટિક આઇટમો નું પાર્સલ મોકલી યુ એસ પોસ્ટ કરવા જણાવ્યું હતું.આ પાર્સલ નવસારી પોસ્ટ ઓફિસ માં થી યુ એસ એ પોહોચાડવા પોસ્ટ કર્યા બાદ તેમાં ડ્રગ્સ હોવાની શંકા જતા પોલીસ ને જાણ કરી હતી.માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક ધોરણે ડેપ્યુટી કમિશનર કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ પોલીસ ને જાણ કરી સ્થળ પર જઈ પાર્સલ ચેક કરતા 590 ગ્રામ પાર્ટી ડ્રગ્સ નો જથ્થો ઝડપાયો હતો.એફ એસ એલ દ્વારા પકડાયેલ જથ્થા ની તપાસ કરવામાં આવી હતી અને એફ એસ એલ દ્વારા પકડાયેલ પદાર્થ કેટામાઈન ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
સુરેશને ડ્રગ્સ મોકલનાર સોનું સાથે અન્ય કોઈ બાબતે વાંધા પડ્યા બાદ તેને જથ્થો પકડાયો કે ખરેખર પોતે સાચો છે તે બાબતે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.સુરેશે સોનુના કહેવાથી આવા કોઈ પાર્સલ અગાઉ પોસ્ટ કર્યાં છે કે નહિ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
કસ્ટમ વિભાગે પાર્સલ ચેક કરતા તેના પર સંજય પટેલ નામ અને નવસારી નું એડ્રેસ તેમજ આધાર કાર્ડ કોપી પણ લગાવેલ હતી.સાથે મોબાઈલ નંબર અને સરનામું પણ લખવામાં આવ્યું હતું.