“ગાંધીનગર નદી નાં પટ માં બંદૂક સાથે એક ની ધરપકડ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો પક્રવા માટે પોલીસ
મથી રહી છે ત્યારે એસઓજીની ટીમે બાતમીના આધારે ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે નદીના પટમાંથી એક શખ્સને દેશી બનાવટની બંદૂક સાથે
ઝડપી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી હતી.
એસઓજીની ટીમે કડીના વડાવીના શખ્સને પકડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો
ગાંધીનગર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગેરકાયદેસર રીતે હથિયાર રાખતા વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના અનુસંધાને પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં એસઓજની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે,હથિયારો રાખતા વ્યક્તિઓ સામે ગાંધીનગર શહેર નજીક આવેલા ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે નદીના પટમાં એક શબ્સ દેશી બનાવટની બંદૂક સાથે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને આફતાબ ગુલાબ વીરાભાઇ ડફેર હાલ રહે. વડાવી ગામ તા.કડી ભૂળ પડાણા તા.ધંધૂકાને ઝડપી લીધો તેની પાસેથી બંદૂક કબજે લીધી.