ન્યુઝ ડે નેટવર્ક,વડોદરા.
એમ.એસ.યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની આજે મળેલી બેઠક ફાઈન આર્ટસના વિદ્યાર્થીએ બનાવેલા દેવી દેવતાઓના અશ્લીલ ચિત્રોના મામલે તોફાની બની હતી. મોડી રાત સુધી ચાલેલી આ બેઠક માં અંતે અશ્લીલ ચિત્રો બનાવનાર વિદ્યાર્થી કુંદન કુમાર ને બહાર નો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.આ વિદ્યાર્થી ને હવે યુનિવર્સિટી નાં કોઈ પણ વિભાગ માં પ્રવેશ મળશે નહિ.
સિન્ડિકેટે આ મામલે ફાઈન આર્ટસ ફેકલ્ટીના ડીન પ્રો.જયરામ પોંડુવલ ઉપરાંત અન્ય અધ્યાપકો ઇન્દ્રપ્રમિત રોય,કશ્યપ પરીખ, દેબરાજ ગોસ્વામી,શાંતા સરવૈયા અને સુનિલ દરજીને પણ શો કોઝ નોટિસ ફટકારીને ખુલાસો પુછવામાં આવ્યો છે કે ધાર્મિક લાગણીઓ દુભાય એવા ચિત્રો બનાવનાર કુંદન કુમાર ને આવા ચિત્રો ડિસ્પ્લે પર મૂકવા માટે મંજૂરી આપવામાં કેમ આવી.આ મામલે ફેકટ ફાઈન્ડિંગ કમિટી પોતાની તપાસ ચાલુ રાખશે.જો કમિટીની તપાસ માં અન્ય પ્રોફેસર કે સ્ટાફ આ મુદ્દે દોષિત મળશે તો તેઓ સામે પણ પગલાં લેવામાં આવશે.
બીજી બાજુ ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં ચાલતી ગેરરીતિઓ ને નિયંત્રિત કરવા માટે કોડ ઓફ કંડકટ કમિટી બનાવવામાં આવી છે.આ કમિટી ફાઈન આર્ટસ ફેકલ્ટીના રૂલ બુક તૈયાર કરીને યુનિવર્સિટી ને આપશે.