“તારીખ પર તારીખના કિસ્સા હવે ઇતિહાસ બની ગયા છે- ગૃહમંત્રી સંઘવી”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
ગ્રીષ્માં હત્યા કેસ ની ખાસ ટુકડી અને સરકારી વકીલ નું સમ્માન કરતા હર્ષ સંઘવી બોલ્યા – કે રાજ્ય માં તારીખ પે તારીખ ઇતિહાસ બની ગયા હવે રાજ્યમાં ત્વરિત ન્યાય મળે છે.સર્વજ્ઞાતિ અભિવાદન સમિતિ, સુરત દ્વારા કાર્યને બિરદાવવા અને સમગ્ર ટીમનું મનોબળ વધારવા આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું.

ફેબ્રુઆરી માસમાં થયેલ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટના બાદ રાજ્યના ગૃહ મંત્રી તરીકે હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારજનોને ઝડપી અને તટસ્થ ન્યાય મળી એવું વચન આપ્યું હતું, ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ કેસ માટે પોલીસની ખાસ ટૂકડીને જવાબદારી સોંપવામાં આવી હતી જેના પરિણામ સ્વરૂપ માત્ર ૭૦ દિવસમાં ગ્રીષ્માના હત્યારા ફેનીલને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી હતી.

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં સુરતના રેન્જ વડા રાજકુમાર પાંડિયન અને તેમની ખાસ પોલીસ ટુકડી દ્વારા રાત-દિવસ એક કરીને બહુ જ ટૂંકા ગાળામાં 2500 પાનાનો ચાર્જશીટ તૈયાર કરવામાં ખાવી હતી. આ તપાસ દરમિયાન સાક્ષીઓના નિવેદન માટે તેમની અનુકૂળતાનો સમય પૂછી, પોલીસ દ્વારા તેઓ જ્યાં હાજર હોય એ સ્થળે જઈ નિવેદન નોંધવામાં આવ્યા હતા. આમ આ સમગ્ર તપાસમાં સાક્ષીઓને પણ કોઈ જાતની તકલીફ ન પડે તેની કાળજી લેવાની સાથે ગુનેગારને ઝડપથી અને યોગ્ય સજા મળે તે પ્રકારની કામગીરી પોલીસની આ ખાસ ટુકડી દ્વારા કરવામાં આવી હતી. બીજી તરફ આ કેસના સરકારી વકીલ નયનભાઈ અને તેમની દ્વારા પણ પોલીસની ચાર્જશીટ અને અન્ય પુરાવાઓ વગેરેના આધારે જો દલીલો રજૂ કરી. ઠંડા કલેજે કરવામાં આવેલી આ હત્યા સબબ આરોપીને કોર્ટ દ્વાર ફાંસીની સજા આપવામાં આવે તે માટે અથાક મહેનત કરી હતી. પોલીસની તપાસ ટુકડી અને સરકારી વકીલ નાં પ્રયાસો અને રાત દિવસની મહેનતના પરિણામે કોર્ટમાં કેસ દાખલાના માત્ર ૭૦ દિવસની અંદર આરોપી ફેનીલને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી હતી.નયનભાઇ અને તેમની ટીમ અને ખાસ આ કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારનાર જજ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આવા સંજોગોમાં પોલીસ તંત્રમાં કામ કરતા આવા ખાસ પોલીસના કર્મચારીઓ/અધિકારીઓ અને સરકારી વકીલોનું મનોબળ મજબૂત થાય અને ગુજરાતની શાંતિ અને અસ્મિતા માટે તેઓ આ જ રીતે સંકલ્પ બધ્ધ રહી કાર્ય કરતા રહે તે હેતુથી સર્વજ્ઞાતિ અભિવાદન સમિતિ, સુરત દ્વારા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિમાં આ કેસની તપાસ કરી રહેલી ખાસ પોલીસ ટુકડી અને આ કેસ સાથે જોડાયેલા સરકારી વકીલના ઋણ સ્વીકાર અને અભિવાદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંચ પરથી સંઘવીએ જણાવ્યું હતું કે “ગુજરાત રાજ્યમાં ગુજરાતની શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરનાર કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને આ જ રીતે પોલીસ દ્વારા ન્યાયતંત્રની સાથે ખભેખભા મિલાવીને સમગ્ર પ્રક્રિયાની ઝડપ વધારી ગુનેગારોને કડકમાં કડક અને ત્વરિત સજા મળે એ દિશામાં સતત પ્રયત્નો ચાલુ રહેશે.સંઘવી એ વધુમાં જણાવ્યું હતું કે-દિકરીઓ અને તેમના પરિવારજનો પોતાની સાથે બનેતી કોઈપણ અનિચ્છાનીય ઘટનાઓની જાણ કોઈ ડર રાખ્યા વગર પોલીસને કરે, પોલીસ આપના રક્ષણ માટે ઝડપી અને ત્વરિત પગલાં ભરશે તેવી સરકાર વતી હું ખાતરી આપું છું.
Attachments area