ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર.
દેશના યુવાધન ને બરબાદ કરવા તત્પર એવું ડ્રગ્સ નું કારોબાર દિવસે ને દિવસે ઘેરું સંકટ બની રહ્યું છે ત્યારે અમદાવાદ નાં પશ્ચિમ વિસ્તાર માં થી વધુ 4 પેડલર ઝડપાયાં છે.
અમદાવાદ માં ડ્રગ્સ નું નેટવર્ક તોડી પાડવા કમર કસી ચૂકેલી ક્રાઇમ બ્રાન્ચ ની ટિમે 4 લોકો ની ઝડપી પાડ્યા છે.મળતી માહિતી મુજબ જમાલપુરનો સોહેલ પઠાણ, રાયખડનો રાહિલ અબ્દુલસમદ કુરેશી અને સાણંદ નો શક્તિ સિંહ ચોહાણ સિંધુ ભવન રોડ પર ડ્રગ્સ નું નેટવર્ક ધરાવતા હતા.આ ચારેય ને પકડી ક્રાઇમ બ્રાન્ચે આગળ ની તપાસ શરૂ કરી છે.
રાહિલ કુરેશી દરિયાપુર માં રહેતા શાહિદ ઇકબાલ કુરેશી પાસેથી ડ્રગ્સ લાવતો હતો અને શાહિદ આ જથ્થો દરિયાપુર નાં બબ્બર મોહમ્મદ હુસેન પાસેથી લાવતો હતો. આ આખા નેટવર્ક માં ફતેવાડી નો અસ્ફાક ફરીદ મિયાં શેખ ,એહમદ હુસેન ઉર્ફે જાવેદ હુસેન ગુલામ રસૂલ શેખ નેટવર્ક હતો.જેમાંથી જાવેદ હુસેન ગુલામ રસૂલ શેખ ને પણ પકડી લેવાયા છે.આમ સિંધુ ભવન પાસે ડ્રગ્સ નું વેચાણ કરતા 7 લોકો પકડાઈ ચૂક્યા છે.આ તમામ ને 7 તારીખ સુધી રિમાન્ડ પર છે.
આ બધા નેટવર્ક માં ભાવનગર નો રહેવાસી અને દાણીલીમડા માં રહેતો જીસાન મજીદ મેમણ પાસેથી એક પિસ્ટલ અને આઠ કારતૂસ કબ્જે કરાયા છે.