“અમદાવાદ માં શાંતિ ડહોળવાનો પ્રયાસ,અસામાજિક તત્વોએ ભગવાન પરશુરામની મૂર્તિ ખંડિત કરી”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
અમદાવાદ નાં વેજલપુર વિસ્તાર માં અસામાજિક તત્વોએ શાંતિ ભંગ કરવાના બદઇરાદાથી ભગવના પરશુરામ ની મૂર્તિ ને નુકસાન પોહોચાડ્યું હતું. મળતી માહિતી મુજબ વાસણા જીવરાજ પાર્ક,અંબાજી મંદિર પાસે ભગવાન પરશુરામ ની મૂર્તિ ને અમુક અસામાજિક તત્વો દ્વારા નુકસાન પોહોચાડવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે આજે આખા ત્રીજ અને પરશુરામ જન્મજયંતી ની દેશભરમાં ઉજવણી નો માહોલ છે તેવામાં ગત રાત્રિએ અમુક અસામાજિક તત્વોએ બદઇરાદાથી અને ધાર્મિક લાગણી દુભાવવાના હેતુથી ભગવાન પરશુરામ ની પ્રતિમા ને નુકસાન પોહોચાડવામાં આવ્યું હતું. આ સંદર્ભે સ્થાનિકો માં ખુબ આક્રોશ જોવા મળ્યું હતું.આ સાથે આ અસામાજિક તત્વોએ ભગવાન પરશુરામ નાં પોસ્ટર બેનર પણ ફાડી નાખ્યા હતા.આ ઘટના સંદર્ભે પોલીસ સ્ટેશન માં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.પોલીસ તંત્ર દ્વારા ચાર આરોપીઓ ની ધરપકડ પણ કરવામાં આવી છે.પકડાયેલ આરોપીઓ માં થી એક આરોપી જુવેનાઇલ છે તેવી માહિતી મળી છે.પકડાયેલ આરોપીઓ ની સામે પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.