“પંજાબ નાં પટિયાલા માં બબાલ, સવાર 6 વાગ્યા સુધી કરફ્યુ”

ન્યુઝ ડે નેટવર્ક.
પંજાબ નાં પટિયાલા માં આજે 2 ગ્રુપ વચ્ચે મારા મારી નાં દૃશ્યો જોવા મળ્યા. સૂત્રો થી મળતી માહિતી મુજબ ખલિસ્તાની સમર્થક એક ગ્રુપ દેખાવો કરી રહ્યું હતુ જેના સામે હરીશ શિંગ્લા નામના વ્યક્તિએ દેખાવો કર્યાં હતાં જેમાં તણાવ પેદા થતા સ્થિતિ વણસી હતી અને વાત મારામારી સુધી પોહોચી હતી. મળતી માહિતી મુજબ હરીશ શિંગલા પાસે માર્ચ યોજવા ની પરમિશન ન હતી. સ્થિતિ ને જોતા વિસ્તાર માં 29 એપ્રિલ સાંજે 7 થી 30 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પંજાબ માં નવી સરકાર ચૂંટાયા બાદ આ નવી પડકાર જનક સ્થિતિ સર્જાઈ છે.આ અલગાવવાદી તત્વો સામે પ્રદેશ ની સરકાર શું વલણ અપનાવશે તેના પર સૌ કોઈની નજર છે.ભૂતકાળ નાં આતંક માં અનુભવો બાદ પંજાબ સામે વર્તમાન માં પડકારો ખૂબ મોટા છે તેની સામે કેન્દ્ર અને પ્રદેશ સરકાર શું એક્શન લેશે તે સૌ કોઈ માટે ચર્ચાનો વિષય છે.